Gujarati Quote in Motivational by Writer Dhaval Raval

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

. *કઈક કહો*

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

*_માણસ પૂછે_* ?
*_ભગવાન કઈક તો કહો_* ?

વરસાદી ઝાપટા ચોમાસે પોસાઈ,
ઉનાળે વરસાદ ?
ભગવાન મેઘને કઈક તો કહો.

પાપીને મળે દંડ, એ પોસાઈ,
નિર્દોષનો વાંક શું ?
ભગવાન તમે તો કઈક કહો.

પૂર્ણ સૃષ્ટિમાં વિનાશ સર્જાય,
ચૂપ ચાપ તમે કેમ બેઠા ?
હે ભગવાન હવે તો કઈક કહો.

*_ભગવાન પૂછે_* ?
*_માણસ કઈક તો કહો_*.

ઈર્ષા,પાપ,અને ખોટા પર ખોટું થાય,
કર્મો તમે જ એવા કેમ કરો ?
હે માણસ, મોઢેથી કઈક તો કહો.

નિર્દોષ પાપી સાથે મળે,
શું તમે તમારાનું ખોટું સહન કરો છો ?
એમના જવાબમાં માણસ, કઈક તો કહો.

વિનાશ સર્જાય, છતાં મને યાદ કર્યો કોણે ?
ધર્મમાં ભગવાનમાં શ્રદ્ધા ગુમાવી પછી મારો દોષ ?
હે માણસ પહેલા મને સમજાવો, પછી કઈક તો કહો.

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

ધવલ રાવલ
TRUST ON GOD

Gujarati Motivational by Writer Dhaval Raval : 111447262
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now