Gujarati Quote in Poem by Jatin Lad

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પરિશ્રમ વગર કોઈ દી સમય બદલાતો નથી,

એમ નસીબ ના ભરોસે સમયના વહેણ પલટાતા નથી.



લકીરોમા સુખ હોય છતાં શાન્તિ મળતી નથી,

પરિશ્રમના પરસેવામા નાહયા વગર શીતળતા મળતી નથી.



ભલે ને કિસ્મત હોય સાથે,

પણ પરિશ્રમ વગર હરખના દરિયા મળતા નથી.



ભલે હોય સુખ, વૈભવ મબલખ,

પણ પરિશ્રમ જેવુ કોઈ બીજુ સુખ નથી.



પરિશ્રમથી જીવનમાં કંઈક રચી શકાય છે,

કોણે કહ્યું કે પરિશ્રમથી નસીબ બદલાતુ નથી.



ભાવના આ પરિશ્રમની તપસ્યામાં,

સૂરજના આકરા તાપ અકળાવતા નથી.
#નસીબ

Gujarati Poem by Jatin Lad : 111446779
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now