સૌ કોઈ કહે છે પૈસા હાથ નો મેલ છે
પણ એ મેલ જ જીંદગી આખી નો ખેલ છે
પ્રેમ દોસ્તી સંબંધ આ બધુ કહેવાની વાતો છે
એમને બધાં ચાહે છે જયાં પૈસા ની રેલમછેલ છે
કદર ગુણ ની થતી હતી એ જમાનો સાહેબ જુદો હતો
અહિયાં આજ તો પૈસા વાળા ની જ પહેલ છે
પૈસા હોય તો વગર પ્રેમે પણ સંબંધ ઉભરાય છે
ગરીબ ને પૂછો બાકી એક ટંક ખાવા નો પણ મેળ છે?
પૈસા છે તો દુનિયા આખી કદમ નીચે છે
નહિતર ખુલ્લું રણ પણ અહિયાં જેલ છે