હશે કોઈનુ ભાવજગત
જે મારા સપના સજાવતુ હશે
આવશે એ પછી વાકયે
જીવનના ઘણા કામો
મુલતવી રાખતુ હશે
સુરીલા ગીતોએ કોઈ
મારા સાથની આવનાર
ક્ષણોમા રાચતુ હશે
હશે કોઈ જે મારી રાહ જોતુ હશે
હદય નો એક ખુણો
મારા માટે અનામત હશે
હશે કોઈ એવુ જે
જીવન માગૅ મારુ રાહબર હશે
હશે કોઈ જે ઘટતી યુવાની
ને ચડતા ઘડપણે
મારા સાથને ઈચ્છતુ હશે
હશે કોઈ જે મને ઝખતુ હશે
#સહજ