એક વાર નાનપણ માં મમ્મી એ ખૂબ જ સારી વાત શીખવાડી હતી કે બેટા " બીજા ના બંગલા જોઈ ન પોતાના ઝૂપડા તોડવા ના બેસાય" વાત ખૂબ જ સમજવા જેવી છે અહીંયા એક નાનકડી વાત કહું છું.
વાત ૨ છોકરા ની છે એક છોકરો ખૂબ જ અમીર છે ને બીજો છોકરો ખૂબ જ ગરીબ છે ગરીબ છોકરો કાયમ પેલા અમીર છોકરા ને જોઈ ને પોતાના નસીબ ને કોસ્યા કરે છે કાશ મારી પાસે પણ આવી કાર હોત,કાશ મારી પાસે પણ આટલો મોટો બંગલો હોત, તે પોતાના મીત્રો સાથે રમવા ના બદલે પોતાનો વધારે સમય પોતાના નસીબ પર રોવા માં પોતાના નસીબ ને કોસ્યજ કરતો તો બીજી બાજુ પેલો અમીર છોકરો પોતાના આલિશાન બંગલો ની ગેલેરી માંથી નેચી રમી રહેલા ગરીબ બાળકો ને જોઈ ને નિસાસા નાખતો કે કાશ કે એ પેલા બાળકો સાથે રમી શક્યો હોત પોતે અમીર છે ને પોતાના પિતા ની પતિષ્ઠા સાચવવા એ પેલા ગરીબ બાળકો સાથે રમી નથી શકતો,બને બાળકો પોતાના નસીબ મા જે મળ્યું છે એનો આનંદ નથી ઉઠાવી શકતા આપણે પણ એવું જ કરીએ છીએ,આજ કાલ ની હાયફાય લાઇફ સ્ટાઇલ ની દેખા દેખી માં નસીબ જોગે જે મળ્યું છે એનો આનંદ નથી ઉઠાવી શકતા,બીજા ના નસીબ નું જોઈ આપડે આપણા નસીબ ને કોસવા માં જ સમય બરબાદ કરી એ છીએ.અહીંયા હું એવું નથી કહેતી કે પેલા છોકરા એ અમીર બનવા ના સપના ન જોવા જોઈએ ના એવું નથી,તમારા મિત્ર એ કાર લીધી છે તો એવું વિચારી ને બેસી પણ ના રેવું જોઈએ કે કદાચ કાર મારા નસીબ માં નય હોઈ ને એના નસીબ મા છે ના સપના તો જોવા જ જોઈએ ને સપના પૂરા કરવા મેહનત પણ કરવી જોઈએ." મેહનત કરવા થી જ નસીબ ની રેખા ચમકે છે" કદાચ તમારા નસીબ માં તમારા મિત્ર કરતાં પણ વધુ સારું લખ્યું હોય ,પણ ખોટી દેખાદેખીમાં માં પોતાના નસીબ મા જે મળ્યું છે એનો આનંદ માણવાનું ક્યારેય ન ચૂકતા....
#નસીબ