ભીનો લાલ રંગ
જ્યારથી આપણને એકબીજાનો સંગ થયો,
બસ ત્યારપછી થી મનનો દિલ સાથે દ્વંદ્ધ થયો,
અને આમ, દિલનો મન સામે ઘણો ઉલંગ થયો,
હવે લાગે મને, તારા હોવાનો અહેસાસ કદાચ અંગેઅંગ થયો,
પણ જ્યારે સંબંધમાં આપણા થોડો ભંગ થયો,
પછી લાગણીઓનો આપણો વહેણ કયારેય સળંગ ના થયો,
અને જ્યારે જ્યારે વિચારવા નો તને મનમાં મલંગ થયો,
ત્યારે કહેતો નથી, પણ આંખોમાં ય મારી,
ભીનો લાલ રંગ જ થયો!
-Vrajeshable