જો હુ થાંઉ સફળ તો લોકો કહે નસીબ સારા છે,
જો હુ રહુ નિષ્ફળ તો કહે મહેનત નહી કરી હોય.
જો હુ સફળ થાંઉ તો લઇ જાય શ્રેય આ નસીબ,
ને જો હુ રહુ નિષ્ફળ તો તેમા દોષ મારો જ હોય.
વાહ રે દુનિયા આ તે કેવી તારી વિચારસરણી?
રહેવા દે રશ્મિ તુ નહી પહોંચી શકે આ દુનિયાને!
#નસીબ