થીંગડે મઢેલ ઝાંખો સાડલો ને ગૂંથ્યું છે ફૂલ પીળું ચોટલામાં,
વેચવા કશુંક એક આવી છે બાઈ, હશે શું નું શું એનાં પોટલામાં!
અણિયાળી આંખો ને તેલવાળા વાળ અને સેંથીમાં પૂર્યું
સિંદૂર,
ત્રાજવાનાં તોલનમાં બસ એનું ધ્યાન પછી સાંભળે ના કોઈનો ય સૂર
આજુ કે બાજુ કાંઈ જોતી નથી, રસ એને ઘર માટે રોટલામાં
થીંગડે મઢેલ.. ~ Yamini Vyas
યામિની વ્યાસ