ફરી મુલાકાત થઈ ગઈ...
આજે હવા સાથે ફરી મુલાકાત થઈ ગઈ..
આજે એ મારા થી નારાજ હતી ..
કારણ હું જાણતી હતી ..
છતાં મે પૂછી લીધું ..
તું કેમ મારા થી નારાજ છે ??
એ બોલી ઉઠી કે હવે તને મારા માટે સમય નથી ,
તારા વગર એકલી પડી ગઈ છું હું..
તું પેહલા ની જેમ હવે મારી જોડે વાતો કરવા નથી આવતી,
તું તારા જીવન મા એટલી વ્યસ્ત થઈ ગઈ છો,
હું તને યાદ જ નથી આવતી ..
મને મળવા આવાનો સમય નથી તારી પાસે
આ સાંભળી ને..
મે જરાક હસી ને હવા ને કીધું ..
હું ગમે ત્યાં જાવ..
કેટલી પણ વ્યસ્ત થઈ ગઈ હોવ મારા જીવન મા..
પણ અંત તો તારી પાસે જ છે મારો ..
આ દુનિયા મા કોઈ કાયમ નથી રેહવાનું ..
તું તો છે જ ..
અને હંમેશા રેહવાની ..
અંતે તો હું તારી પાસે જ આવા ની ને ..
જ્યારે કોઈ જ નહી હોય મને સાંભળવા ..
ત્યારે તું તો હોવાની જ ને ..
હું તારી પાસે આવવા ની જ ને..
હા થોડું મોડું થશે તને મળવામાં પણ,
હું આવીશ ખરા તને મળવા ..
મારો જવાબ સાંભળી હવા ખુશ થઈ ગઈ. .
અને સાથે હું પણ ..
અને હવે એ મારા થી નારાજ નથી ..
અને હવે મે નક્કી કર્યું છે ..
હું થોડોક સમય એને પણ આપીશ ..
મારા દરેક મુશ્કિલ સમય મા એ મારી સાથે હોય છે
તો એને કેમ ભૂલી શકું હું..
આજે હવા સાથે ફરી મુલાકાત થઈ ગઈ ..
આજે ફરી હું ખુશ થઈ ગઈ ..
-NISHI