Gujarati Quote in Motivational by Ashish

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Luck
જો હુઆ અચ્છા હુઆ, જો હો રહા હૈ અચ્છા હો રહા હૈ, ઔર જો હોગા વહ ભી અચ્છા હોગા..
સુખ ની શોધ માટે મનુષ્ય નિરંતર પ્રયાસરત હોય છે. મન, વચન અને કર્મ થી એકરુપ થવું પડે. ભીતર થી શુધ્ધ થવું પડે. ઉત્તમ આચરણ કરવું પડે. મૂર્ધન્ય કવિ શ્રી ઉમાશંકર જોશી લખે છે....
ત્રણ વાનાં મુજને મળ્યા....
હૈયું, મસ્તક અને હાથ....
જા ચોથું નથી માંગવું.......
બહુ દઈ દીધું દીનાનાથ....
કેવી ખમીર અને ખુમારી ની વાત છે. જિંદગી મૂલ્યવાન છે માટે મન ને બાંધો નહિ સાધો. હમેશા યાદ રાખો, વેર મા વાંધો હોય છે જયારે સ્નેહ મા સાંધો હોય છે. મન ની સાથે તકરાર નહિ પરંતુ એકરાર કરતા શીખો. પરિસ્થતિ અને પરિવર્તન નો સ્વીકાર કરો. નિષ્ઠાપૂર્વક કાર્ય કરો અને સૃષ્ટિ ના સર્જનહાર અને પૃથ્વી ના પાલનહાર ઉપર છોડી દો.
જે થયું તે સારા માટે આ સૂત્ર ને જીવન માં અપનાવી લઈશું તો પછી દુનિયા ની કોઈ તાકાત આપણને દુઃખી કરી શકશે નહીં. ધાર્યું પરિણામ મેળવવા વર્તમાન ક્ષણ નો સાક્ષાત્કાર કરો. ભગવાન ને પ્રાર્થના કરીએ કે.......હે પ્રભુ...
મારા ભાગ્ય મુજબ રણ આપજે.
હિંમતભેર ચાલી શકું તેવા ચરણ આપજે....અને થાકી જવું ત્યારે તારું શરણ આપજે....પ્રભુ સૌ શરણાગત માટે મંગળ પ્રાર્થના...
નસીબ હશે એટલુંજ મળશે, luck એટલે Leadership Under Care and Knowledge
લોકો ની સંભાળ અને જ્ઞાન લીધું હશે તો નસીબ તમારી સાથે આવશે જ.
આશિષ શાહ / બીના શાહ

Gujarati Motivational by Ashish : 111446282
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now