કેવો સરસ મજાનો આશ્વસ્થ શબ્દ છે ને આ નસીબ,
આપણે બંને એક થઈ ગયા, કેમ કે મારો પ્રેમ સાચો હતો,
તું મને ના મળી ,કદાચ તું મારા નસીબમાં જ નહિ હોય,
કેટલાય લોકો આપઘાત કરતા બચી ગયા આ નસીબને દોષ દઈ,
કંપનીએ ખૂબ મોટો નફો કર્યો,કેમ કે મે મહેનત જ એવી કરી હતી,
કંપનીએ ખૂબ મોટી ખોટ કરી, મારે તો નસીબ જ ખરાબ છે...
પરિક્ષામાં પાસ થયો, મારો છોકરો તો પહેલેથી જ હોશિયાર છે,
પરિક્ષામાં નાપાસ થયો, મારા છોકરાનું તો નસીબ જ ખરાબ છે...
સારું થયું એ બધું મે કર્યું, ખોટું થયું એ બધું નસીબે કર્યું,
વાહ રે દુનિયા...
#નસીબ