નસીબ એ વિધાતાના લખાયેલાં લેખ છે.તેને કોઈ બદલી શકતું નથી પણ આ લેખની બે લાઇન વચ્ચે કંઇક એવું પણ બની શકે!!! જેમકે...
નસીબ એ છે કે જયારે તમને બહાર જતી વખતે પત્નીએ આપેલું કામ સાંજે ઘરે આવો ત્યારે ભૂલી ગયા હોવ અને એ કામ પત્ની પણ ભૂલી જાય...😜
નસીબ એ છે કે તમે ઓફિસે મોડા પહોંચો અને તમારો બૉસ તમારાથી પણ મોડા પહોંચે...😜
નસીબ એ છે કે જ્યારે તમે દુઃખી હોવ અને તમને એવો વ્યક્તિ મળે જે તમારાથી પણ વધુ દુઃખી હોય...😜
નસીબ એ છે કે તમને શાંતીથી જીવવાની ઈચ્છા થાય અને તમારી પત્નીને અચાનક પિયરની યાદ આવે...😜
નસીબ એ છે કે તમારે મોબાઇલનું રિચાર્જ પૂરું થઈ ગયું હોય અને કોઈએ ભૂલથી તમારા મોબાઇલમાં બેલેન્સ પુરાવી નાખ્યું હોય...😜
નસીબ એ છે કે તમારે ટાલ હોય અને લોકો તમને ટાલિયો
નહી પણ નસીબદાર માનતા હોય...😜
નસીબ એ જ છે કે તમે કંઇક સિરિયસ વાંચતા હોય અને તમને આવું વાંચવા મળી જાય... 😜
#નસીબ