કોઈને માલપુઆ તો કોઈ ને સુખી રોટી નસીબ છે.
કોઈને ફૂલ ગુલાબના તો કોઈ ને કાંટા નસીબ છે.
પ્રારબ્ધ ને પુરુષાર્થનો સાથે મળવાના પ્રસંગ ઓછા,
મળી જાય તો પછી કહેવાય તેના સારા નસીબ છે.
બધી સફર સાથે કરવાનું આપણું નક્કી હતું છતાં,
તમને ફલાઇટ મળી સ્ટેશને હું ભટકું આ નસીબ છે.
નસીબની ચાલચલગત પર શંકા થાય મને અનિલ,
કાગડો દહિથરું લઈ જાય એ પણ કહો નસીબ છે!
#નસીબ