તમને જરૂર છે ટેકા ની ભાઈ મારા અમને જરૂર છે કેસ ની હાલો પથારી ફેરવી યે દેશ ની છ મહિના હાલે તો ગંગા જી નાયા આ વર્ષો ની વાર્તા ઉ મેલો સાત પેઢી નિરાતે બેસી ને ખાય બસ એટલો જ ભરવો છે થેલો દોવા દેય ત્યાં લગી જ આરતી યું ઉતારે છે કાળી ડીબાંગ આ ભેંસ ની હાલો પથારી ફેરવી યે આ દેશ ની ફાઈલ ના પારેવા હવે ઘૂ ઘુ કરે છે હવે ચોક માં દાણા તો નાખો ગમે તે કામ કરો અમને ક્યાં વાંધો છે આપડા 50 % રાખો ચૂલે બળેલા કાય ડોસી યુ ના નામ ઉપર આપી દયો એજન્સી આ ગેસ ની હાલો પથારી ફેરવી યે આ દેશ ની હાલો પથારી ફેરવી યે આ દેશ ની