"નારી"
પ્રેમાળ હોય છે ને એ નાદાન હોય છે
એક નારી નીજ આ ખરી પહેચાન હોય છે
અંબાના રૂપમાં હો કે સીતાના રૂપમાં,
પણ એ દરેક ઘર ની થતી શાન હોય છે.
પાણીની જેમ શાંત છે ને આગ થીય તેજ
કોયલ સમાન મીઠી તો જુબાન હોય છે
નાનકડી બેન રૂપી એ લાડો લડાવતી
ને હોય મોટી બેન તો ફરમાન હોય છે
ઈશ્વર સમાન હોય એ માતાના રૂપ માં
પણ પત્ની રૂપે પ્રેમનો સાગર હોય છે ❜