આમ તો દૂર થઈ જઈશ, તો કામ થઈ જશે !
દરદ દિલે, ડોકટર વગર તો કામ થઈ જશે ?
જો કહું ! બહુ મોંઘી આમ તો છે એની દવા,
ઘા દિલ પર એના કરી દે, તો કામ થઈ જશે !
હા મને છે ખબર કે જફા તે ઘણી ધરી,
તોય ના છૂટકેય તું છોડ તો કામ થઈ જશે !
જો તું એ છે ઘણો આકરો, ન પૂછે તારી ખબર
તું'ય ખા ને થોડો ભાવ શાયદ તો કામ થઈ જશે !
ના નથી કોઈ બીજો ઈલાજ દરદનો હવે,
તું બસ મુક પડતો એને મારું તો કામ થઈ જશે !
©પીયૂષ કુંડલીયા