શસ્ત્રો પર અંકુશ ને શબ્દો પર ભાર
જેથી આપ આપોઆપ માનતા હાર
આવા અદભુત જગત ના મારા નાથ
તારી સામે પણ કોઈ એ ભીડી છે બાથ!
જાણતા લાગે ગજબ ની નવાઈ
આ વળી કેવી આજુકિત ભવાઈ
શાસ્ત્રો થકી આપે જે જીતી લડાઈ
આ સાંભળી ને બધા ને કેવી મજા આઇ
શસ્ત્રો ને શાસ્ત્રો વચ્ચે નો ઊંડો ભેદ
જેને સમજાવો હોય એને ભણવો પડે વેદ
આપે જ શીખવ્યું સારું એવું જ્ઞાન
જેનું સદાય રહશે મારે મન ભાન
આજે પણ આભારી હું આપની
ભગવાન માળા જપુ આપની
હે મારા નાથ માથે મુકજો હાથ
સદાયે દેજો સાથ..............
- મૈશ્વી પંચાલ