સહુ પૂછે છે કોણ રહે છે કોરી આંખો માં,
સહુ કહે છે કોણ વસે છે ખાલી આ દિલ માં,
નથી આપી સકતો હું જવાબ સહુ ને,
નથી સ્થાપી સકતો હું સંવાદ સહુ ને,
છતાંયે વિચારું તો હું પણ છું કે,
શા માટે આ આંખો રોજ રાત્રે વહી ને સવારે કોરી થાય છે?
શા માટે ભરાયેલું આ દિલ રાત આખી તડપી ને ખાલી થાય છે?
કોણ રહે છે નજરો માં જાણું છું હું,
કોણ વસે છે દિલ માં જાણું છું હું,
પરંતુ, નહિ જ કહી શકું આપને એ પણ જાણું છું હું,
પછી ભલે ને,
સહુ પૂછે કે કોણ રહે છે કોરી આંખો માં!
સહુ કહે કે કોણ વસે છે ખાલી આ દિલ માં!