પ્રેમ નો પ્રકાશ દિલમાં પાઠરવો છે,
તારી થઈ તારા પ્રેમનો પ્રકાશ પામવો છે......
તારા નયનોને મારી આંખડીમાં સમાવવું છે,
તારી થઈ તારા પ્રેમનો પ્રકાશ પામવો છે......
તારા અઘરોનાં રસનું પાન કરવું છે,
તારી થઈ તારા પ્રેમનો પ્રકાશ પામવો છે......
તારી બાહોનાં આશ્લેષમાં સમાઈ જવું છે,
તારી થઈ તારા પ્રેમનો પ્રકાશ પામવો છે......
સ્નેહના સ્પંદનમાં તારુ જ નામ લેવું છે,
તારી થઈ તારા પ્રેમનો પ્રકાશ પામવો છે......
મન મુકીને વરસાદમાં તારી જોડે ભીંજાવું છે,

રાજેશ્વરી