હાથ માં હાથ રાખી, અગ્નિની સાક્ષી એ ફેરા ફરી આવી છું,
તારા ઘરને સ્વર્ગ બનાવવા આવી છું,
મારા પોતાના ઓનો સાથ છોડી આવી છું,
અહીં પારકાઓને પોતાના કરવા આવી છું,
મારી પસંદ નાપસંદ પિયરીએ મુકીને આવી છું,
સપનાઓ ને મારા ત્યાં જ અધૂરા છોડી આવી છું,
ચારેબાજુ પ્રેમની સુવાસ ફેલાવવા આવી છું,
બધાના જીવનમાં પ્રકાશ ફેલાવવા આવી છું,
હા હું સાસરિયે આવી છું,
કદાચ થોડોક પ્રેમ ઓછો કરશો તો ચાલશે,
પણ મારા આત્મ સન્માન ને ઠેસ ના પોહચે એટલું જરા જોજો.🙏
#પ્રકાશ