#પ્રકાશ
પ્રકાશ એટલે એક આશાઓ નું આગમન અને નવી દિશાઓ નું આવાગમન.ખુશીઓનું સતત પ્રસરાતું એક ઝરણું. પ્રકાશ એટલે કાળ રૂપી અંધકાર ને જાકારો.
પ્રકાશ એટલે માનવી જીવન વચ્ચે ડગલે ને પગલે ઓતપ્રોત થયેલો શબ્દ. કેમકે પ્રકાશ એક શબ્દ નહીં પણ
અંધકાર ઉપર સત્યનો પાયો બને એમ કહી શકાય. પ્રકાશ એ માત્ર શબ્દ ન બની ને એક ઉત્સવ બની ગયો છે. પ્રકાશના આ પર્વનું નામ એટલે દિવાળી. પ્રકાશ વગર આજ કાલનો માનવી પોતાને આ દુનિયામાં ધારી જ ના શકે એનું એક નાનકડું ઉદાહરણ એટલે પાવર નું જવું એક ક્ષણ આપણે રહી શકતા નથી.
હા વાત સાચી કે આપણને મળ્યું છે એના પ્રતાપે આપણને આ આદત પડી છે પણ શું તમે એ જાણો છો કે આજેય દેશના અમુક ગામડાઓ માટે આ પ્રકાશ શબ્દ રાત્રિ ના અંધકાર જેવો જ ગાઢ છે. એને રાત્રે પ્રકાશ એ વાત હજમ થાય પણ નહીં.
આ તો વાત થઈ કે ચાલો એ પછાત રહી ગયા હશે વિકાસની આંધળી હરીફાઈમાં પણ ક્યારેક વિચાર્યું છે કે પ્રકાશના પહેલી વખતના ઉપયોગ પહેલાના લોકોનું જીવન, હવે તમે em કહેશો વિચારી ને શું ફાયદો આપણી પાસે તો છે ને વાપરો ને મજા કરો.. પણ એક ડર તમારા મનના ખૂણે એમ તો કહેતો જ હશે કે સાલી વાત તો સાચી પ્રકાશ વિના જીવન કેવું હશે.
તો એને ધ્યાને રાખીને આજે પણ પ્રકાશ વગર જીવતા લોકોની જીવનની ચિંતા કરી ને એના માટે કોઈ પગલાં તો ભરી જ શકીએ ને બાકી તો તમે ય જાણો
મેરા ભારત મહાન
જય હિંદ
જય ભારત