સંબંધ સાચવતા થઈએ..
ભૂલ તારી હતી કે મારી એ ભૂલતા જઇએ,
ચાલ સંબંધને સાચવતા થઈએ..
ક્યા સુધી અલગ રહેશુ કિનારાની જેમ,
ચાલને ક્ષિતિજની જેમ મળતા થઈએ,
ચાલ સંબંધને સાચવતા થઈએ..
જો હું થાકી જાઉં તો જાલજે હાથ મારો,
જો તું હારી જઈશ તો ખભ્ભો આપીશ હું મારો,
એક બીજાને સંભાળતા થઈએ,
ચાલ સંબંધને સાચવતા થઈએ..
જો તું ભૂલ કરીશ તો કાન પકડીશ હું તારો,
અને જો હું ખોટું કરું તો તું આપજે ઠપકો પ્યારો,
એક બીજાની ખામીઓને અપનાવતા શીખીએ,
ચાલ સંબંધને સાચવતા થઈએ..
દિવેલ હું મારી વાટ તું,
જો હું ખતમ તો અસ્ત તું,
એકબીજાના પૂરક બનીએ,
ચાલ સંબંધને સાચવતા થઈએ..
-#દ્રષ્ટિ