Gujarati Quote in Poem by Ashok Upadhyay

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શીખું છું.

જીવન જીવતા શીખું છું.
સંબંધો સીવતા શીખું છું.

અમૃત નહિ મળે રોજે રોજ
ઝેર પીતા પણ શીખું છું.

વાત વાત માં રુઠવું સારું નહિ
થોડુંક સહન કરતા પણ શીખું છું.

અક્ક્ડ ઝાડ પહેલું તૂટી જાય
એટલે થોડું નમતા પણ શીખું છું.

બધું કંઈ પચી નહિ શકે
માટે થોડું વહેંચતા પણ શીખું છું.

બેઠાળુ જિંદગી શ્રાપ છે
એટલે થોડું નાચતા પણ શીખું છું.

ચોપડીઓ અચૂક વાંચું
હવે ચેહરા વાંચતા પણ શીખું છું.

અબોલા ક્યારેય નથી લીધાં.
જરાક મન મોટું રાખતા પણ શીખું છું.

સોગિયું મોઢું કોને ગમે
સાચ્ચે , ખડખડાટ હસતા પણ શીખું છું.

સંઘરાખોરી દુષણ છે
એટલે દાન આપતા પણ શીખું છું.

ખોટા વખાણ કરવા ચાપલુસી છે
ફાઇનલી અરીસો બનતા પણ શીખું છું.
રોજ કંઈક શીખું છું.

અશોક ઉપાધ્યાય.
#શીખો

Gujarati Poem by Ashok Upadhyay : 111444527
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now