રુદ્રાક્ષના આ ઉપાયથી ઘરમાં જ મેળવી લો, ગંગા સ્નાનનું પુણ્ય
હિંદુ ધર્મમાં ગંગાને માનો દરજ્જો આપવામાં આવ્યો છે, એ દેવ નદી પણ માની ગઇ છે. કારણકે પૌરાણિક ગાથાઓમાં તે સ્વર્ગમાંથી જમીન પર રાજા ભગીરથના ઘોર તપથી આવી. આ ગાળામાં ગંગાના અલૌકિક વેગને ભગવાન શંકરે તેમની જટાથી કાબુમાં કર્યો. આ જ કારણ છે કે ગંગા યુગ-યુગાન્તરથી પાવન અને મોક્ષ દેનારી મનાય છે.વૈજ્ઞાનિક રૂપે એ સાબિત પણ થયું છે કે ગંગાનું જળ પવિત્ર અને રોગનાશક છે.
આ જ કારણ છે કે ધર્મમાં આસ્થા રાખવાવાળા અનેક લોકો ગંગાસ્નાનનુ ખુબ જ મહત્વનું અને સૌભાગ્યશાળી માને છે, ઘણા એવા લોકો હોય છે જેને ગંગાસ્નાનની અદમ્ય ઝંખના ધરાવતા હોય છે પણ સમયની વ્યસ્તતાને કારણે ગંગાસ્નાનથી વંચિત રહે છે. આવા જ આસ્થાવાન લોકો માટે આ શાસ્ત્રો આધારિત રીત છે જેનાથી ગંગા સ્નાન સમાન ગણવામાં આવે છે. જાણીએ આ રીતને
-શાસ્ત્રોમાં ગંગા સ્નાનના પુણ્ય અને સુખ પામવા માટે રૂદ્રાક્ષને માથા પર રાખી આ મંત્ર બોલી સ્નાન કરવું. જેના માટે એક રૂદ્રાક્ષ માથા પર ધારણ કરો અને ત્યાર બાદ પાણી પહેલા માથા પર નાખી આ મંત્ર બોલો -
रुद्राक्ष मस्तकै धृत्वा शिर: स्नानं करोति य:।
गंगा स्नान फलं तस्य जायते नात्र संशय:।।
આના સિવાય ऊँ नम: शिवाय આ મંત્ર પણ મનમાં સ્મરણ કરો. આ રુદ્રાક્ષને માથા પર ધારણ કરીને નાહવાથી ગંગાસ્નાનનું પુણ્ય મળે છે અને મન પવિત્ર અને સકારાત્મક ઊર્જાથી ભરાઇ જાય છે.