કરી ભૂલને જીવન જીવતાં શીખો.
સુધારીને જગત સમજતાં શીખો.
પ્રયત્ન થકી ભૂલ નિવારી શકાય,
આંખ ખૂલ્યે સવાર કરતાં શીખો.
હાર પણ એક સંદેશ આપે છે,
કર્મપથને સતત મઠારતાં શીખો.
કહે કોઈ કટુવેણ વૈખરી સહારે,
વૈખરી સામે પરા ઉચ્ચારતા શીખો.
છે આખરે પાઠશાળા આ જગત,
સમજાવવા કરતાં સ્વીકારતાં શીખો.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
#શીખો