આજ સવારે ચા-નાસ્તો કરતાં કરતાં વિચાર આવ્યો કે......હવે આત્મ નિર્ભર બનવું. નાસ્તા માં બ્રેડ હતી પરંતુ લીલી ચટણી ટેબલ ઉપર હતી નહી. ઉભો થયો અને રસોડામાં જઈને ફ્રીઝ માંથી લઈને આવ્યો. બ્રેડ ઉપર લગાવી. ત્યા વાઈફ આવી ને કહે
ફિઝ માં મારી મહેંદી નો વાટકો નથી, તમે ક્યાંય જોયો ? 😄