આજના શબ્દ સમાચાર
રાખવું શબ્દ ક્રિયાપદ (verb) છે, જેના અર્થ આ મુજબ છે:
૧. રક્ષવું, પામવું, બચાવવું, સંભાળવું (બોલ, વચન, ભાવ, મોં, માન)
૨. સંઘરવું
૩. સેવવું, પોષવું (ઉમેદ, ચિંતા, આશા)
૪. ધારણ કરવું, બતાવવું (દયા, મહેરબાની, ભાવ, જોર)
૫. બરાબર રહે તેમ કરવું, તેવી ચીવટ બતાવવી (અંકુશ, કાબૂ, દાબ, ધ્યાન, ચોકસાઈ, પગ, કબ્જો, હક)
૬. હોવા દેવું, રહેવા દેવું (ઉ.દા. કાયમ રાખવું, બહાલ રાખવું, છૂટ રાખવી, ઢીલું રાખવું)
૭. સ્વીકારવું, લેવું (ઉ.દા. ગીરો રાખવું, જમે રાખવું)
૮. સંઘરવું
૯. ખરીદવું, કબ્જે લેવું
૧૦. ઉપયોગ માટે પાસે રહે એમ કરવું
૧૧. આડા સંબંધ માટે પોતાનું કરવું (પરસ્ત્રી કે પરપુરુષ ને)
૧૨. પડતું મૂકવું, છોડવું
૧૩. ઊભું રાખવું, અટકાવવું
૧૪. જવા ન દેવું, જેમનું તેમ રહે એમ કરવું
૧૫. અન્ય ક્રિયાપદ ના (ભૂતકાળના) રૂપ સાથે સાતત્યનો અર્થ બતાવે (ઉ.દા. ઝાલી રાખવું, લખે રાખવું)
#રાખવું