ઉષા-સંધ્યાનાં રંગો તે પૂરતો ,
રોજ રોજ સૂર્ય 'ને ચંદ્ર ઉગાડતો....તડકો છાંટનાર કેવો હશે ?
પશુપંખીને નિત્ય જમાડતો ,
પ્રફુલ્લિત મને સૌને જગાડતો....મોર ટહુકાવનાર કેવો હશે ?
સરોવરોમાં પાણી તે ભરતો ,
નદીઓથી તે સાગર છલકાવતો....મેઘ વરસાવનાર કેવો હશે ?
નવજાતની આંખોમાં તે રમતો ,
બાળક બનીને કાલુઘેલું બોલતો....નિખાલસ હસનાર કેવો હશે ?
- રાજહર્ષ