Gujarati Quote in News by બાબા સત્સંગી

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમારા કાયદાકીય અધિકારો જાણો.

- ગોપાલ ઈટાલિયા "સાહેબ"

૧) પોલીસ સ્ટેશનમાં હોય તેને લોકઅપ કહેવાય, (જેલ ન કહેવાય). કોઈપણ લોકઅપમાં પોલીસ ૨૪ કલાકથી વધારે સમય કોઈ વ્યક્તિને રાખે તો પોલીસનો ગુનો ગણાય.

૨) જેલ એટલે કોર્ટના આદેશ બાદ જ્યાં વ્યક્તિને રાખવામાં આવે તે જગ્યા, જેમાં તાલુકા જેલ અને જિલ્લા હોય.

૩) પોલીસ ક્યારેય કોઈ વ્યક્તિને પકડીને સીધા જેલમાં પુરી શકે નહીં કે જેલમાં મોકલી શકે નહીં. જેલમાં મોકલવાની અને જેલમાંથી કાઢવાની સત્તા ફક્ત અને ફક્ત કોર્ટને છે, પોલીસને નથી.

૪) પોલીસ કોઈપણ વ્યક્તિને પકડીને લોકઅપમાં રાખી શકે, લોકઅપમાંથી બહાર કાઢી શકે. પણ ડાયરેકટ જેલમાં મોકલી શકે નહીં.

૬) પોલીસ કોઈ વ્યક્તિને જેલમાં પુરવા હોય તો પોલીસે પૂરતા પુરાવા અને કારણો સાથે કોર્ટમાં લેખિતમાં આપવું પડે છે. પણ એકવાર કોર્ટના આદેશથી જેલમાં જાય એને બહાર કાઢવા માટે પોલીસ રજુઆત કરે તો એ ગુનો ગણાય. ટૂંકમાં કોઈ પોલીસ જેલમાંથી બહાર ન કાઢી શકે, એ કામ કોર્ટનું છે.

૭) આખા પોલીસ સ્ટેશનનું ગુનાઓને લગતું તમામ કામકાજ કોર્ટની દેખરેખ નીચે જ થાય છે.

૮) ગુનાઓ સંદર્ભે પોલીસનું કામ સજા કે દંડ કરવાનું નથી, કે નિર્ણય કરવાનું નથી. પોલીસનું કામ ફક્ત અને ફક્ત તપાસ કરવાનું અને તપાસ આધારે લાગુ પડતા પુરાવાઓ એકઠા કરવાનું છે.

૯) સામાન્ય ભાષામાં જે કેસમાં પોલીસ ખુદ ફરિયાદી હોય એને સરકાર તરફી ફરિયાદ કહેવાય અને જે કેસમાં ફરિયાદ કરનાર નાગરિક હોય એને પ્રાઈવેટ ફરિયાદ / ફરિયાદ કહેવાય.

૧૧) ડી-સ્ટાફ પાસે કોઈ વધારાની સત્તા કે હોદ્દો હોતો નથી. રોડ ઉપર વાહન ચેક કરતા જમાદાર પાસે જેટલી સત્તા હોય એટલી જ સત્તા ડી-સ્ટાફ પાસે હોય છે. ડિ-સ્ટાફ એ કોઈ અલગ પોલીસ વ્યવસ્થા નથી પણ જેને પોલીસ સ્ટેશનમાં ઉપરી અધિકારી સાથે સારા સંબંધ હોય એને ડી-સ્ટાફમાં કામ કરવાની તક મળે.

કાયદાઓ જાણો તો જીવનમાં ક્યારેક કામમાં આવશે.

જય ભારત ... જય ગુજરાત.

Gujarati News by બાબા સત્સંગી : 111442023
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now