બની આવ તું મસ્ત પતંગ , ને હું ધારદાર માંજો , આવ સાથે મળી જોડી બનીએ , હાલ ભેરુ ઉંચેરા આભે ઉડીએ .. ! હશે પવન નો જોર , ને તારો થોડોક ઢીલો દોર , સરસર આકાશે ચડીએ , હાલ ભેરુ ઉંચેરા આભે ઉડીએ .. ! કાપશું ખૂબ લાંબુ અંતર , ને લપટાશે ક્યાંક વળી લંગર , સાથે મળી ગૂંચ ઉકેલીએ , હાલ ભેરુ ઉંચેરા આભે ઉડીએ .. ! હશે વિશ્વાસ જ શ્વાસ , ને નહીં ડગે આત્મવિશ્વાસ , બસ પ્રેમ ના સથવારે જીવીએ , હાલ ભેરુ ઉંચેરા આભે ઉડીએ
#પતંગ
લી:જય મોદી