ખ્વાહિશોને ચૂમવા ઉત્સાહી પતંગ ઊંચે ચડે,
ત્યાં ફિરકીનો માંજો ખૂટી જાય તો હું શું કરું ?
આકાશમાં ક્યાંક ઠરીઠામ થવ ને અણધાર્યા પેચ થી વિશ્વાસની દોરી માં દાંતી પડી જાય,
તો હું શું કરું?
સબંધો ના પતંગ પણ પાતળી દોરીથી ઊંચે ઉડે છે,
જો એમાં ક્યાંક ભૂલેથી ગેરસમજ થઈ જાય,
તો હું શું કરું?
ક્રોધના માંજામાં નક્કી પતન જ થશે, ફરી ધસમસતો પવન મને પડોદશે તો હું શું કરું?
પવનની દિશામાં ઉડે પતંગ એ વિધાતાની નિયતિ છે, પણ હું ક્યાંક દિશા ભ્રમ થઈ જાવ, તો હું શું કરું?
લી. અશ્વિન સુતરીયા
M-9687612453