# શૂરવીર
શૂરવીરતા પર હક નથી ખાલી મર્દો નો
છે એ હકાધિકારીની સાથેસાથે
સાથ આપતી દેશ ની દરેક માઁ ને સહધર્મચારિણી નો પણ ...
થયો ન્યોછાવર ફના અર્પી જાત
દેશ માટે એકવાર...
હવે છે વારો લાડવાનો વારંવાર
તુ છોડી ગયો પાછળ તે માઁ, બહેનો ને
સહધર્મચારિણી નો ...
લડશે તે તારી યાદો થી, આર્થિક ઉપાજૅન ની મથામણ થી....
અને તોયે ઉભારશે પ્રતિભા તારા
આંગણ ના ફુલ ની...
ને કાલે તમારા એ ભૂલકા થઇ મોટા
માંગશે રજા તારા કદમે ચાલી રક્ષા કરવા
માઁ ભોમ ની...
હસતા હસતા, દર્દ સારા ભૂલાવી,થશે તત્પર એ નારી ઓ
શૂરવીરતા એ નથી ઈજારો ખાલી મર્દો
નો છે એટલી જ હકાધિકારીની મારા
દેશ ની નારી ઓ છે...
છે દરેક બલિદાન પાછળ છુપાયેલું
બલિદાન કોઈ ની માઁ પત્નિ બહેન ને બેટી ઓનું !!!