અનેક શૂરવીરોથી આપણો દેશ અને દેશનો ઇતિહાસ ભરેલો છે. હાલમાં પણ જલ, વાયુ અને થલસેનામાં અનેક શૂરવીરો કાર્યરત છે. પરંતુ આ એવા શૂરવીરો છે તાલીમ લઇને જોડાયા છે.
શું અન્યાય સામે અવાજ ઉઠાવનાર શૂરવીર નથી? કોઈ પોતાની છેડતી કરે તો એક સ્ત્રી કે છોકરી એની સામે અવાજ ઉઠાવે તો એ શૂરવીર નથી? કુદરતી આપત્તિનાં સમયે પોતાના જીવના જોખમે સેનાની મદદની રાહ જોયા વિના અન્યોની મદદ કરી જીવ બચાવનાર શૂરવીર નથી? અરે કેટલાય નાના નાના ભૂલકાઓ એવા છે કે જેમણે મોટા પણ ના કરી શકે એવા સાહસો કર્યા છે. એઓ પણ શૂરવીર જ છે ને!
પોતાને આવી પડેલ દુઃખના રોદણાં રડ્યા વગર તેનો બહાદુરીથી હસતાં મોંએ સામનો કરનાર પણ શૂરવીર જ છે. શૂરવીરતા એ માત્ર રણભૂમિ પર જ બતાવી શકાય એવું નથી, જીવનના પડકારોને ડર્યા વગર ઝીલવા એ પણ શૂરવીરનું જ કામ છે.
#શૂરવીર