ભાભી🤔🤔🤔🤔🤔
એક એવી વ્યક્તિ જે પોતાનું બધું જ છોડી આપણા ભાઈ માટે આપણા ઘરે રહેવા આવી જાય છે. એ પણ રડતી...રડતી 😭😭😭😭. ને આપણા ઘરમાં એડજસ્ટ થવાનો પ્રયત્ન કરવા લાગે છે. ખૂબ તકલીફ પડે છે એને આ બધું એટજસ્ટ કરવામાં. ઘણું બધું ગુમાવવું પડે છે એણે. ને પોતાનું પૂરું અસ્તિત્વ બદલી નાંખે છે એ આપણા ભાઈ માટે અને આપણા પરિવાર માટે. જોકે એ આ બધો પ્રયત્ન આપણા પરિવારને પોતાનો પરિવાર બનાવવા માટે કરે છે.
એક નણંદ માટે ભાભી એટલે એક મિત્ર. એક એવી વ્યક્તિ જેની સાથે પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકાય. એક મેન્ટર જે નણંદને એની તકલીફો અને સમસ્યોમાં મદદ કરે. ઘણીવાર નણંદની ભૂલો ને છુપાવવા માટે પોતે પરિવારની ઘૃણાનું પાત્ર બની જાય. ને ઘણીવાર નણંદને જોઈતી કે ગમતી વસ્તુ મેળવવામાં મદદ કરનાર ચાવી. ને ભાઈને મનાવવા માટેની સુપપર જડીબુટ્ટી. એની મદદ લઈએ તો ભાઈની તાકાત છે કે ના પાડે બેનને.
યસ ભાભી મીન્સ ભાભી. મારા માટે ભાભી એટલે એક એવી સ્ત્રી જેણે મારા પરિવારની ખુશીઓ માટે પોતાના પરિવારને છોડયો.
ઘણા અનુભવો હોય છે ભાભી સાથે ના આપણા. કોઈ સારા કે કોઈ ખોટા. પણ એકવાત ચોક્કસ છે કે આપણે હંમેશા ભાભીને એની ધારણા કે એના ત્યાગ નો બદલો આપવામાં કાચા પડ્યા છીએ. એણેે ભલે 99 સારા કામ કર્યા હોય, આપણા પરિવાર અને ભાઈને પ્રેમ આપ્યો હોય, આપણા માટે પોતાના પરિવારની અવગણના કરી હોય. પણ જો એણે એક ભૂલ કરી એટલે પતી ગયું. આપણે એના 99 સારા કામો ભૂલી એની એક ભૂલ માટે દોષી માની એના હૃદયને ઠેસ પહોંચાડીએ છીએ. એના વાંક ગણવાના અને શોધવાનું ચાલુ કરી દઈએ છીએ. એના પિયરમાં એ 99 ભૂલો કરીને એક કામ પણ સારું કરે તો પણ એ લોકો એને પ્રેમ કરે છે. એને સન્માન આપે છે. ક્યારેય એનો વાંક નથી જોતા. ને આજ કારણે ભાભીથી આપણા પરિવારની એના પિયર સાથે સરખામણી થઈ જાય છે. જેમાં એનો કોઈ વાંક નથી હોતો. ને ત્યાં આપણો પરિવાર માયન્સમાં જાય છે.
દરેક પરણેલી સ્ત્રી બેન, નણંદ, મા અને ભાભી હોય જ છે. આ એમના બધાના જીવનમાં બને છે. છતાં પણ જ્યાં ભાભી શબ્દ આવે ત્યાં આપણે અને આપણો સમાજ એને અન્યાય કરીજ દે છે. જીવનમાં એકવાત હંમેશા યાદ રાખજો જે ભાભીએ તમારા માટે અને તમારા પરિવારની માનમર્યાદા સાચવવા પોતાની જીંદગીના કિંમતી દિવસો આપ્યા હોય. ચુપચાપ કોઈપણ વિરોધ કર્યા વગર તમારા પરિવારને પોતાનો પરિવાર માની જીવન જીવ્યું હોય. ક્યારેય તમારા પરિવારના કોઈપણ સભ્યનું અપમાન ના કર્યું હોય કે ઠેસ ના પહોંચાડી હોય તો એ ભાભીને સાચવી લેજો. એની ભૂલ થઈ હોય તો પણ એને ધ્યાને ના લેતા. નહીંતો તમે તમારા જીવનમાં એક મહત્વની વ્યક્તિને ખોઈ બેસશો. ને એ જો રિસાય જાય તો એને મનાવવી ભારે પડશે.
નસીબદાર લોકોને જ સારી ભાભી મળે છે. જરા આંખ બંધ કરી એકવાર તમારી ભાભીને યાદ કરી જુઓ. ચોક્કસ એનો પ્રેમ, લાગણી અને એનો ત્યાગ તમને યાદ આવશે. જીવનમાં ખોટું કે ખરાબ ઘણું યાદ રાખ્યું છે આપણે. આજે ભાભીને યાદ કરી એનો પ્રેમ યાદ કરી લઈએ. ભૂલ થઈ હોય તો sorry અને એના ત્યાગ માટે એક thanks પણ કહી દઈએ.