ગાંધી અને ગોડસેનો વિવાદ અત્યારે ચર્મ પર છે ત્યારે આપણે બન્નેને તટસ્થતા પૂર્વક જોવા જોઈએ...
મને કોઈ જ સંદેહ નથી કે સ્વામી વિવેકાનંદ પછી ભારતની પહેચાન જો કોઈએ આપી હોઈ તો ગાંધી અને સુભાષ હતા....
એ લંગોટીધારી પોતાના સ્વાર્થને પામવા એક પણ કામ નથી કર્યું..એ તમામ દેશવાસીએ સ્વીકારવું જોઈએ...
ગાંધી હત્યા બિરલા હાઉસમાં કરવામાં કરવામાં આવી હતી...
આ પૂરો કેસ ચાલ્યો અને નથુરામનું બયાન લેવામાં આવ્યું... એ માણસે અદાલતમાં જે કઈ કહ્યું છે એકવાર સાંભળજો... એ પણ તટસ્થતાથી...
એ સમયે ત્યારના ન્યાયાધીશે આપેલ નિવેદન પણ સાંભળવા જેવું છે...
જ્યારે તૃષ્ટીકરણ ચરમસીમા પર હોઈ છે ત્યારે ભલભલા મહાત્મા ને કમોત આવતું હોય છે...
મહાભારતના ઇતિહાસમાં મહાત્મા ભીષ્મ પણ એમાંના એક હતા...
ગોડસેએ ગાંધી હત્યા કરી એ પહેલા દેશનું કયું કામ ખરાબ કર્યું એ તમે જણાવી શકો ખરા...?
વાત જ્યારે ભાગલા પછી 55 કરોડ રૂપિયા પાકને આપવાની આવે ત્યારે સરદાર પટેલ પણ ગાંધીજીના વિરોધમાં હતા...
ગાંધી ત્યારે જીદમાં હતા કે પાકિસ્તાનને અત્યારે જ 55 કરોડ આપી દ્યો...
ખૈર અમુક વાત તટસ્થ બનીને વિચારવી જ પડે છે...
ફરી કહું છું ગાંધી એ આ દેશનો પરિચય છે....
મનોજ સંતોકી માનસ