આનંદી રહેવાનું કોને ન ગમે? રહેવું જ જોઈએ. પરિવર્તન સંસારનો નિયમ છે. એટલે સુખ અને દુઃખ તો આવતા જતા રહે. પણ માનવી જો દરેક પરિસ્થિતિમાં આનંદી રહેવાનું શીખી જાય ને તો દુઃખ હોવા છતાં એનો અનુભવ નથી થતો. આવી સ્થિતી ગમે તેવી મુશ્કેલીમાંથી બહાર આવવાનો માર્ગ શોધી આપે છે.
આનંદી રહેનાર વ્યક્તિ જીવન જીવવાનો સાચો આનંદ માણી શકે છે. પોતાના દુઃખથી બીજાને પણ દુઃખી નથી કરતો. ગમે તેવી સ્થિતી આવે એટલા આનંદી રહો કે દુઃખ, નિરાશા, હતાશા બધાને એમ થાય કે ખોટા વ્યક્તિ સાથે બાથ ભીડી.
#આનંદી