Love
What is love? Common question છે.પણ જવાબ એક પણ નય, ઘણીવાર મને જ એવું લાગે છે કે યાર ખોટા આવી ગ્યા આ દુનિયામાં .હજારો વ્યક્તિ, લાખો સંબંધો ,કરોડો લાગણીઓ અને અગણિત સવાલો..સવાલો એવાં કે જવાબો નાં મળે અને જવાબો એવા કે સવાલો ની શોધમાં મગજની નશ ખેંચાયા વગર ના રૈ..લાગણીથી ભરેલા આ સંબંધો ને કોઈ પણ ના તોડી શકે હા સવાલો આ સંબંધો ને મુંજવી શકે છે પણ તેને તોડી નાં શકે અને આ વાત દરેક સંબંધો મા લાગુ નાં પણ પડે એ વાત પણ એટલીજ સાચી છે . સંબંધો નું બંધન જ એવું હોય છે જ્યારે સાથે હોય ત્યારે ભાર લાગે છે , અને જ્યારે દુર થાય ત્યારે દુઃખ થાય છે. Love થોડા આગળ આવી ગ્યાં નય, પણ વાત તો એ પણ સાચી છે કે, દરેક સબંધમાં લાગણી એ પ્રેમ હોતો નથી . આ કડવી વાસ્તવિકતા છે જેને હું કે તમે બદલી નથી શક્તા ! મારી આ વાત સાથે તમે પણ સહમત હશો right ? સાથે રહેવાથી થોડી લાગણી થાય પણ પ્રેમ નય. એક સરલ ઉદાહરણ સાથે કહું" તમારા ઘરે એક દિવસ અચાનક એક નાનું કૂતરાં નું બચ્ચું આવી જાય તમે એને સાચવો, તેનુ ધ્યાન રાખો, તેને માટે થોડુ adjust થાવ.અને પાછું જ્યારે એ આપને છોડી ને જાય ત્યારે દુઃખી થાવ ,પણ એક સમય પછી ખાલી એ એક યાદ બની જાય તેનાથી દુર થવાથી હવે તમે દુઃખી નથી . તો શુ આને પ્રેમ કેવાય? આ તો બસ તમારી લાગણી બંધાણી હતી અને તેં બચ્ચા નાં ગયાં પછી તેં લાગણી ખાલી યાદો સ્વરૂપે રહી જાય છે".બાકી સમજદાર તો તમે છૉજ!
ઔશિક રાદડિયા.