#ન્યાય
ન્યાય શબ્દ કાને અથડાતા જ એ મુખ્ય પદ પર બિરાજમાન ન્યાયમૂર્તિ નજર સમક્ષ આવે એ કાળા રંગના કોટ વાળા વકીલો અને એ ત્રણ બાજુથી બંધ એ જગ્યા દેખાય જ્યાં આરોપી અને કેસ સાથે જોડાયેલા લોકોને ગીતા પર હાથ રાખી ને કસમ ખવડાવવામાં આવે છે. ખરું ને આવું જ જોયું છે ને આજ સુધી.
પણ શું તમે ન્યાયની ચાર દિવાલ વચ્ચે સંભળાવવામાં આવતા નિર્ણયને ખરેખર દર વખતે સાચો અને સચોટ જ હોય એવું માની શકો. નહીં ને તો તમારા મનની નકારાત્મકતા મહદઅંશે સાચી જ છે.
આજકાલની ન્યાય વ્યવસ્થા વ્યવસાય ની રીતે જ જોવા મળે છે. કેટલાક ન્યાય સાથે સંકળાયેલા લોકોએ જ આ વ્યવસાયનો પાયો નાખ્યો છે આજે તો ઇમારત બની ચૂકી છે. તેમ છતાં ન્યાયની એ વ્યવસ્થા અને એના કાનૂન અને કાયદા અને એના સાથે જોડાયેલા દરેક લોકો આવી જ માનસિકતા ધરાવતા હોય એવું પણ નથી.
ન્યાયની પરિભાષા જ સત્યતા છે અને સત્યતા હોય ત્યાં જ ધર્મ હોય ત્યાં જ ભગવાન હોય એ તો આપણે મહાભારતનાં પ્રાચીન યુદ્ધ થી જાણીએ છીએ. એટલે સત્ય સાથે હોય તો એને સાબિત કરવા માટે સમયના પાયામાં ઇમારત બનાવતા વાર તો જરૂર લાગે પણ સત્યના પાયા તમારી પીછેહઠ થી ડગમગી જાય તો પછી ન્યાય અને સત્ય બંનેને આપણે જ આપણા હાથે આપઘાત કરાવીશું.
પોતાના ન્યાય માટે કરગરતી એ સ્ત્રી, પોતાની માલિકીની જમીન હોવા છતાં ન્યાય વ્યવસ્થાને લીધે મજબૂર એ ખેડૂત, કે પેન્શન માટે લડતા એ વૃદ્ધો હોય એમને ન્યાય અપાવવા માટે સિસ્ટમમાં કાયદામાં રહેલી એ છટકબારી ને બંધ કરવી જ પડશે આ કામ સરકારમાં આજ કાલ બેઠેલા લોકો દ્વારા તો કદાચ ના જ થઈ શકે કેમકે આજ કાલનાં સફેદ કપડા વાળા જ આવી છટકબારી ના સહારે જ તો ખૂલેઆમ આરોપી હોવા છતાં ફરે છે.
આ ન્યાય વ્યવસ્થાને મૂળથી સુધારવી અઘરી તો છે જ પણ એને સુધારવાનો પ્રયત્ન તો આપણે કરવો જ પડશે કેમકે આપણે નહીં કરીએ તો આપણી જેમ વિચારીને લોકો પણ નહીં જ કરે. કોઈક ને તો આ માટે જંપલાવવું જ પડશે તો જ એમાં મહદઅંશે સુધારો શક્ય બની શકશે.
સુધારા માટે આપણે ન્યાયને સત્યતાના પાલવ માં બાંધી ને સત્તાના ખોળે થી અલગ કરવું પડશે. અને આપણે પોતાના ફાયદા માટે જે જૂઠાણા ને સત્ય સાબિત કરાવી એ બંધ કરવું જ પડશે, તો જ ન્યાય ને વ્યવસાય બનાવેલા લોકોનાં હાથ માયકાંગલા થશે અને એ લોકો સત્યતા તરફ અગ્રેસર થશે. અને બીજું કે ન્યાય માટે આપણે ન્યાયતંત્ર પણ વિશ્વાસ કેળવીને એના દરવાજે દસ્તક તો દેવી જ પડશે એમ જ ઘરમાં બેઠા બેઠા તો ન્યાય નહીં જ મળે. અને ન્યાય પર વિશ્વાસ આવી જાય સત્યતા પાલવે બંધાય જાય લાંબી લડતની તૈયારી થઈ જાય તો પછી આપણને ન્યાય મેળવવામાં અને વ્યવસ્થા સુધારવામાં કોણ અટકાવી શકશે. બસ જરૂર છે તો રાહ જોવાની કેમ કે સત્ય તરફ માંડેલા ડગલાની સફળતા દૂર હોય છે. કેમકે કહેવાય છે ને સત્યની લડાઈ લાંબી હોય છે. બસ એકીટશે એ મંજિલ તરફ આગળ વધતા રહીએ તો ન્યાય ક્યાં આપણા દરવાજે થી દૂર રહી શકે એમ છે.કેમકે સત્ય તો આપણી પડખે ઊભું છે. બસ લડવાનું છે હાર થશે તો જીત નવા દરવાજા ખોલીને ઊભી જ રહશે. એટલે ન્યાય વ્યવસ્થા સુધારવા ન્યાય મેળવવા લડતા રહો.
જય હિંદ જય ભારત..........
- A.D HIRPARA