રવિવાર એટલે પરિવાર નો વાર
પ્રિય પરિવારજનો..........
પરિવાર એટલે પરમેશ્વર દ્વારા નિર્મિત પ્રેમ, સ્નેહ, મૈત્રી, કરુણા અને વાત્સલ્ય નું અદભૂત અને અલોકિક સંયોજન...નિર્માણ..
જિંદગી છે અઘરી, પણ છેવટે ટેવાઈ જવાય છે. શનિવાર અને સોમવાર ની વચ્ચે થોડું જીવાય જાય છે. રવિવાર નો ઇતિહાસ તપાસીએ તો બ્રિટિશ લોકો એ સન ૧૮૪૩ મા રવિવાર ની રજા સપ્તાહ મા એક વાર શરૂ કરી. ભારત મા ૧૦ મી જૂન, ૧૮૯૦ મા શ્રી નારાયણ મેઘજી લોખંડે એ ૬ વર્ષ સંઘર્ષ કરીને રવિવાર ની રજા મંજુર કરાવી. રવિવાર એટલે સૂર્ય નો વાર ગણાય છે. પરિવાર માટે મિત્રો... જો માર્ગદર્શન સાચું હોય તો દીવા નો પ્રકાશ પણ સૂરજ નું કામ કરે છે. જો ઈશ્વર પાસે કંઇક માંગવું હોય તો પરિવાર ની એકતા અને ખુશી માંગજો...કારણકે મે મંદિરો ની બહાર ગરીબો ને પરિવાર સાથે હસતા જોયા છે. અને અમીરો ને પરિવાર વગર મંદિરો ની અંદર રડતા જોયા છે. પરિવાર ની સફળતા એટલે સભ્યો ની ખૂબી જાહેર માં કેહવી અને ખામી ખાનગી માં જાણ કરવી.
મિત્રો..વિકટ સમય પૂરો થવા ની તૈયારી છે. સાવધાની રાખવા ની જરૂર છે. ઈશ્વર કૃપા થી જયાંથી અંત થયો હોય ત્યાંથી નવી શરૂઆત કરો, જે મળવાનું હોય છે એ ગુમાવેલા કરતા હમેશા સારું જ હોય છે.
પ્રિય પરિવારજનો સંપૂર્ણ નિરામય આરોગ્ય સાથે અને પૂરાં જોમ, જુસ્સા તથા જાગૃતિ સાથે પ્રસન્નતા થી સામાન્ય વાતાવરણ મા પ્રવેશ કરીએ તેવી શુભ કામના અને પ્રભુ ના ચરણો મા પ્રાર્થના.
બીના અને આશિષ ના પ્રણામ.