ક્યારેક થયો છે અન્યાય એવું લાગે પણ ખરું!
મળ્યું છે એથી અધિક હજુ મન માગે પણ ખરું!
આપણી કર્મનિષ્ઠાને પ્રમાણિકતા નજર અંદાજે,
કામચોરો પ્રગતિમાં હોય વળી આગે પણ ખરું!
વિચારું છું કદર શબ્દનાં ઝાડવાં સૂકાઈ ગયાં છે,
જશને બદલે જૂતાં આપી કોઈ તાગે પણ ખરું!
નથી સ્વીકારતું મન મારું આવી વ્યવસ્થાને હજુ,
કોઈ ફૂંકી દેવાળુંને ઘર ત્યજીને ભાગે પણ ખરું!
હે ઈશ સાંભળ તો ખરા મોટો નાનાને ગળતો કાં?
ના ચાલે હંમેશાં ન્યાય ખાતર કોઈ જાગે પણ ખરું!
ચૈતન્ય જોષી. 'દીપક ' પોરબંદર.
#ન્યાય