*💟 સંવેદના ના ઝરણાઓ. 💟*
Part _01...
*દોસ્તો! લોકડાઉન ના સમય મા જૈન આચાર્ય એ લખેલી આ સ્ટોરી વાંચજો જરૂર..અને જો પસંદ આવે તો શેર કરજો....
👩👦 હશે દસ થી બાર વર્ષનો એ છોકરો. સ્કૂલેથી આવતાની સાથે જ, એણે દફ્તરનો ઘા કર્યો. ને માં જોડે ઝઘડવા લાગ્યો. *"તું મારી સ્કૂલમાં આવી જ કેમ?"* માં બોલી, *"બેટા, તારા લંચબોક્ષમાં ચટણી મુકવાની બાકી હતી, ને તું ટિફિન લઈને નીકળી ગયો હતો."*
👩👦 *"પણ તને એટલી ખબર નથી? તું કાણી છે. તારે એક જ આંખ છે. તારા ગયા પછી બધા જ મને કહેવા લાગ્યા, તારી માં કાણી છે. બધા જ હસતા હતા, ને મારી મશ્કરી કરતા હતા. આજે હું ખાઈશ નહિ."* માં રડી પડી. *"બેટા! બીજી વાર નહીં આવું. બસ, તું જમી લે."*
👩👦 પણ છોકરો, વારે ઘડીએ માંને સંભળાવે, કે તું કાણી છે, કાણી છે. *માં... આ ઝેર, શંકરની જેમ પી જતી, ને છોકરાને પૂરો પ્રેમ કરતી.* ગામના વેંતરા કરીને, માંએ દીકરાને ભણાવ્યો. દીકરો સ્કુલમાં First આવ્યો. શિક્ષણ સંસ્થાએ સ્કુલમાં એના બહુમાનનો કાર્યક્રમ ગોઠવ્યો.
👩👦 છોકરો તૈયાર થઈને સ્કુલે જવા નીકળ્યો. માં કહે, *"બેટા! હું આવું?" "નહીં, તું કાણી છે."* ને એ ચાલ્યો ગયો. *"માં"નું હૃદય ચીરાયું. પણ, એ બુદ્ધિશાળી યુવાનને, માંનું હૃદય ન દેખાયું.* તો'ય માંનું હૃદય ઝાલ્યું ન રહ્યું, એ કાર્યક્રમમાં છેલ્લે ઊભી રહી.
👩👦 છોકરાને હાર પહેરાવાયો, એ જોઈ એ રડી પડી. છોકરો ઘેર આવ્યો. માંએ કહ્યું, *"બેટા! હું આવી હતી. તને કેટલું બધું માન....* હજુ માં પૂરું કરે એ પહેલા તો, છોકરાએ રાડ પાડી. *"હૃદયનું રુદન.. હૃદયને સંભળાય, બુદ્ધિને નહિ."* માંનું હૃદય ખૂબ રડ્યું. પણ.. બુદ્ધિ બહારનો વિષય હતો, એટલે દીકરાને ન સંભળાયું. *"કાણી! તને ના પડી હતી. તો'ય તું આવી?"*
👩👦 વરસો વીત્યા. છોકરાના લગ્ન થયા. પત્નીએ કહ્યું, *"આજુબાજુવાળા રોજ બોલે છે, તારી સાસુ કાણી છે. મારાથી આ નહીં સહન થાય."* ને એક દિવસ દીકરાએ માંને કહ્યું, *"તું કાણી છે, માટે અમે શહેરમાં રહેવા જઈએ છીએ."*
👩👦 *ને જનમ દેનારીને, લોકોના વાસણ માંજીને મોટા કરનારીને, પોતાનું મંગળસૂત્ર ને સોનુ વેચીને ભણાવનારીને મૂકીને... બંને શહેરમાં ચાલ્યા ગયા.* સાતેક વરસ વીત્યા હશે. એક દિવસ માની તબિયત નરમ થઇ. એને થયું, હવે હું ચાલી જવાની. પણ.. બધા કહે છે, *પરી જેવી પોતરી છે, ને રાજકુંવર જેવો પોતરો છે.* એકવાર જોઈ તો આવું.
👩👦 *પણ.. ત્યાં જ વહુનો અણગમો, ને દીકરાનો હૃદયને વીંધી દેતો શબ્દ "કાણી" યાદ આવતા, એ અટકી ગઈ.* પણ.. દિલ ન માન્યું. ત્રણ-ચાર દિવસ તો રોઈ-રોઈને કાઢયા. પછી રહેવાયું નહીં, એ નીકળી પડી.
👩👦 શહેરમાં દીકરાને ઘેર રમતા બાળકોને જોઈ એ દોડી. ને બાળકોને અડે એ પહેલા તો વહુએ રાડ પાડી, *"અડશો નહીં."* ત્યાં જ છોકરો આવ્યો, ને ગુસ્સામાં તાડુક્યો. ને બોલ્યો, *"કાણી, તું કેમ આવી? જા નીકળ."*
Part_02..upcoming...
*✍🏻 લેખક*
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
Dt.: 20.4.2020, Monday
*💟 સંવેદના ના ઝરણાઓ. 💟*