Happiness ! All time favorite , Right.
ખુશ થવું કોને નાં ગમે, બધાં એક નાનકડી ખુશી માટે તો આ પુરી life મથામણ કરતા હોય છે ! એ વાત સાથે તમે પણ સહમત થશો, સાચું ને? ખેર તમારો જવાબ મને ખબર છે.
તો વાત હતી ખુશી ની, એક નાનામાં નાની વાતથી આપણે ખુશ થય જઇએ. અને તેવી જ નાની વાત મા દુઃખી થઈ જાય
એ આપણે માનવો! આપણે ખુશી અને સમૃદ્ધિ ને સમાનાર્થી બનાવી દીધાં છે."જો મારી પાસે ખૂબ સંપત્તિ છે તો હું ખુશ છું,અને જો નથી તો ભાઈ મારા જેટલું દુઃખી આ દુનિયામાં કોઈ નથી." શુ ખરેખર ખુશી મેળવા માટે સંપત્તિ જરુરી છે? બિલકુલ નહીં, "ઓફિસે, વાડી કે અન્ય કામ પરથી તમે સાવ થાકીને આવો અને તમારી નાની ઢીંગલી તમારા માટે પાણી નો ગ્લાસ લય ને આવે ત્યારની ખુશી. પહેલી વાર તમારા નવજાત શિશુને હાથ મા લેતા છલકાતી આંખો ની એ ખુશી. જુના મિત્રોનું અચાનક સામે આવી જવું ,ને ભૂતકાળ ને વાગોળવાની ખુશી. ભાઈ બહેન સાથે રમવાની ખુશી. પાપા નું પહેલી વાર કહેવુ " આ મારો દિકરો કે મારી દિકરી છે એનાથી તો આ થય જ જાશે". મમ્મી નો તમારા પરનો અડગ ભરોસો જોઇ શકાય ત્યારે ની ખુશી. બધુ ગણવા બેસીશ તો નોવેલ લખાય એમ છે!
મજાક કરું છું. એટલે હાં લખી પણ શકાય!! હાં તો આ બધી ખુશીઓ અણમોલ છે તેનાં માટે તમારી મિલકત ની કોઈ પણ પ્રકારની અસર જોવા મળતી નથી. આપણાં ગુજરાત મા બોવ પ્રચલિત કહેવત છે"બીજા ના બંગલા જોય ,આપણી ઝુપડીં માં આગ નો લગાવાય." એમ જ બીજાની ખુશી ને જોય ને આપડે દુઃખી થાવું એ વાત કેટલા અંશે યોગ્ય છે? અને ખુશી નું કોઈ સરનામું નથી હોતું,એ તો બસ તમારી આસ-પાસ ની બનતી નાનીમોટી ઘટના ને સકારાત્મક રીતે જોઈએ તો ખુશી નાં દરવાજા ખુલે . અને જો નકારાત્મક રહી મોં પર દુઃખ નાં ડુંગર લય ને ફરશો તો તમે તો ખુશ નય જ થાવ પણ તમારી આસપાસ નાં લોકોને પણ ખુશ નય રહેવા દો. એટલે જ નકારાત્મક વિચારો ને મુકી તડકે, મોઢું ચડાવી ને ફરવા કરતાં એક નાનું સ્મિત રાખો તમે ખુશ રહો અને બીજા ને પણ ખુશ કરો. "જીવન અનીચ્ચીત છે" આ વાત યાદ તો છે ને? અને વિજ્ઞાન પણ એમ કહે છે,ખુશ રહેવાથી જીવન સ્વસ્થ અને લાંબુ રહે છે અને એનાથી મહત્વની વાત ખુશ રહેવાથી સુંદરતા પણ વધે છે, છોકરીઓ માટે આ એક જ કરણ બસ છે ! બાકી તો તમે સમજદાર છો જ!!!
Aushik Radadiya