મને મારુ આ અસ્ત –વ્યસ્ત જીવન ખૂબ ગમે છે.
કારણ માત્ર તુ છે.
આ નિર્જિવ રમકડાઓ પણ અસ્ત વ્યસ્ત જગ્યાએ
રહીને પોતાની જીવંત હોવાની સાબિતી દર્શાવે છે.
કારણ માત્ર તુ છે.
લીવીંગ રૂમ થી લઈને બેડરૂમ ને પણ
તારા અવાજ ની આદત પડી ગઈ છે
એટલે જ તારી ગેરહાજરીમાં તારા આવાજ ના
ભણકારા રૂપે હંમેશા સાથ પુરાવે છે
કારણ માત્ર તુ છે.
તારા હોવાની હાજરી રસોડું પણ
હર એક કલાકે અવનવી વાનગીઓની
સુંગંધ ફેલાવી ને દર્શાવે છે.
તારી ગેરહાજરીમાં હરએક ડબ્બા પોતાની
જગ્યાએ રહીને નારાજગી દર્શાવે છે.
કારણ માત્ર તુ છે.
- હેતલ પટેલ