દર્દ દરવાજા છે, દર્દ બારીઓ ઝીણી,
વિરહી યાદી બધી, મેં ભાવ થી વણી;
હોય છે મુજ હૈયા, ઉપર પહેરા કડક,
શબનમી સંગાથ ,હસતા હું હેતે મળી;
ફૂલોને કહી દો, સાથ છૂટે કદી પ્રાણનો,
મિલન મૈત્રી ભાવે ઉદ્દીપન સૂરજે ભળી;
દ્રશ્ય પ્રપંચો છે,પ્રેમ સ્વરૂપ અનંત સદાય,
કૂરબાની જાતની , અગણિત ભાવે મળી;
આનંદ પામવાની ,ઘેલછામાં ગાંડપણ છે,
દુનિયાદારી જુઠ્ઠી વાત, અંત: કરણે ટળી;