"માત્ર "
માત્ર પ્રેમથી જ જીતાય છે ,બાકી છળકપટ થી તો કૌરવોની પણ હાર વર્તાય છે
માત્ર લાગણીજ જોવાય છે ,
એટલે તો કૃષ્ણ ,સુદામા પાછળ જાય છે ,
માત્ર સત્ય જ સંભળાય છે,
એટલે તો સતી સાવિત્રિ પતિ સત્યવાન ને પાછો બોલાવાય છે,
માત્ર સંઘર્ષ જ જોવાય છે ત્યારે તો
દ્રૌપદી ની પ્રતિજ્ઞા પુરી થાય છે,
માત્ર નીતિ ની જ ગણના થાય છે ,એટલે તો પાર્થ નો સારથી કૃષ્ણ થાય છે,
માત્ર અને માત્ર આત્મા નું જ પરમાત્મા માં મિલન થાય છે ,શરીર તો માટી માં મળી જાય છે,(નિધિ)
#માત્ર