*Miscellaneous*
બાંકડો ખાલી, આસપાસની હરિયાળી અને હું અને વાતો મારી,
છીએ એક મનગમતી વ્યક્તિની શોધમાં,
વાતોનો ભાર લાગ્યો દિલને, તો કહ્યું કે ક્યાં સુધી કરીશ આમ વાતો પોતાની જાત સાથે?
એટલે માંગણી કરી એણે કોઈના સાથની,
પણ ન મળ્યું એવું કોઈ જણ તો આવ્યા ફરીને પાછા!
*************
ઉશ્કેરાટ હોય છે ક્ષણિક અને સંબંધો કાયમી,
નક્કી આપણે કરવાનું છે શું મહત્વનું છે આપણે મન?
**************
જેની ખુશી માંગી ઈશ્વર પાસે રડીને,
એ જણ કહે છે હવે કે રડતા નહીં અમારા ગયા પછી!
***********
જિંદગી તું રસમય કરતા નિરસ બહું જલ્દી બનાવે છે!