ખુલ્લા પગે શેરી મા રમતાતા ત્યારની આ વાત છે...
નાસ્તો એકબીજાનો જમતા'તા ત્યારની આ વાત છે...
ઝગડો થય જીકી દેતાતા ઢીકા, પાટુને મુક્કા...
ફરી ખભા મિલાવી ફરતા'તા ત્યારની આ વાત છે...
ખાલી ખિસ્સામાં પણ રૂઆબ નવાબો જેવો હતો...
દોસ્તોને દુનિયા ગણતા'તા ત્યારની આ વાત છે...
પ્રેમ આવે તો દિલ દેતાને ગુસ્સો આવે તો ગાળ...
તોય એકબીજાને ગમતાં'તા ત્યારની આ વાત છે...
હવે કોણ, ક્યાં, કેટલા કમાય એ'ય ખબર નથી...
આ તો સૌ દોસ્તો સાથે ભણતા'તા ત્યારની આ વાત છે....