મન માં,  કશુંક,તો ઘૂંટાતું હોય છે,
વિષયો નું વિષ,જ  ઘૂંટાતું હોય છે;

પાપ પૂણ્ય કર્મના,બંધન ઈચ્છાથી,
આયખું પુરે પૂરું  ,લૂંટાતુ  હોય છે;

નવદ્વારે ટપકતા અશુદ્ધિ ને સંચયો ,
સડતું રહેતા સંગ્રહે,ગંધાતું હોય છે;

લાભ ખાટવા,  તૈયાર છે સેવાધારી,
રાજનીતિ રમતે, કશું રંધાતું હોય છે

આનંદ મુશ્કેલ છે, પામવું વિશ્રાંતિને,
મન  ઈચ્છાઓ માં, બંધાતું હોય છે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111435310

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now