Gujarati Quote in Poem by Mital

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એ આવ્યો હતો મારાં શહેરમાં ફક્ત મને મળવા માટે, એ શામ મારી જિંદગી ની અતિસુંદર શામ હતી..
મારી ખુશીનું વર્ણન શબ્દો માં થઇ શકે એમ નથી, પણ હું એને દોડીને ભેટી પડી હતી એ મારી જિંદગી ની અનમોલ ક્ષણ હતી..

સૂતો હતો મારાં ખોળામાં અને મારી હાથ ની આંગળીઓ માં એના હાથની આંગળીઓ પરોવી હતી...
કરી હતી એને પ્રેમ ની ઘણી ઘણી વાતો, અને હું મૂક બની એને સાંભળતી એની આંખોમાં ખોવાઈ હતી...

એના શ્વાસ પણ મેહસૂસ થઇ શકે એટલી નજદીક જઈને એની ધડકનો ને મેહસૂસ કરતી હતી...
જાણી હતી ખુદને દુનિયાની ખુશનસીબ એવી વ્યક્તિ જયારે પાસે આવી બોલેલા એને એ શબ્દો કે "હું તને ચાહું છું "જે સાંભળવા હું કેટલી તરસી હતી...

ઘણું બધું બોલવા વાળી હું ચૂપ રહીને વાતો એની સાંભળતી હતી...
હું અપલક એને નિહાળતી એની વાતો સાંભળ્યા જ કરું અને આ શામ અહીં જ થંભી જાય એવી ચાહના દિલમાં કરતી હતી....

મનમાં ને મનમાં જ મારી જાન ને ચાંદ સાથે સરખાવતી હતી..
અને બની એની ચાંદની અધરો ને એના ચુમતી હતી..

દિલમાં હતો અનેરો આનંદ અને ખુશીમાં આંખ મારી રડી હતી..
એની બાહોમાં સુતા સુતા એની તેજ થતી ધડકનો ને મેહસૂસ કરતા કરતા રાત આખી ગુજારી હતી..

એની બાહોમાં જન્નતની છાવ હતી અને એ રાત મારી જિંદગીની ના વિસરાઈ એવી રાત હતી...
બારીમાંથી સૂર્ય નું કિરણ આંખ પર પડ્યું અને આંખ મારી ખુલી ત્યારે એ જ ઉદાસી ફરીથી છવાઈ હતી જયારે મેં જાણ્યું કે આ તો બસ એક સપનાની વાત હતી...

Gujarati Poem by Mital : 111434844
New bites

Good Night 🌃

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now