એવુંય નથી કે થાકીને બેઠો છું,
આવશે ઇ રસ્તો તાકીને બેઠો છું.

કહેવાનું રહી ગયું છે બાકી ઘણું,
હૈયામાં વાતો હું દાબીને બેઠો છું.

વાટ જોવાય થોડી ઘડીઓ ઘણી,
આવશે!આશ હું બાંધીને બેઠો છું.

ક્યારેક તો આવશે યાદ એને,
એમ ધીરજ! હું રાખીને બેઠો છું.
ભરત

Gujarati Poem by Bharat : 111434727

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now